Cashflow Quadrant (Gujarati)

· Manjul Publishing
5.0
2 reviews
Ebook
310
Pages

About this ebook

રિચ ડેડ્સ કેશફ્લો ક્વોડ્રન્ટ ‘આર્થિક સ્વતંત્રતાની ચાવી’ આ પુસ્તક એવા લોકો માટે લખવામાં આવ્યું છે. જેઓ નોકરીની સુરક્ષાથી આગળ જઈને આર્થિક સ્વતંત્રતાની દુનિયામાં પગલું માંડવા માટે તૈયાર છે. જેઓ પોતાના જીવનમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન માટે તૈયાર છે. જેઓ પોતાના આર્થિક ભવિષ્યને નિયંત્રણમાં રાખવા માંગે છે. રિચ ડેડની કેશફ્લો ક્વોડ્રન્ટ તમને આ પુસ્તકમાં જણાવશે કે કેટલાક લોકો ઓછી મહેનત કરીને પણ વધારે રૂપિયા કઈ રીતે કમાય છે, ઓછો ટૅક્સ શા માટે ભરે છે અને આર્થિક બાબતોમાં સ્વતંત્ર બનવાનું શીખી જાય છે. શું તમે ક્યારેય પોતાની જાતને પૂછ્યું છેઃ શા માટે કેટલાક રોકાણકારો બહુ ઓછું જોખમ લઈને ધનવાન બની જાય છે. જ્યારે મોટા ભાગના રોકાણકારો જેમ તેમ કરીને પોતાની મુદ્દલ કાઢી શકે છે? શા માટે મોટા ભાગના લોકો એક અથવા બીજી નોકરીમાં ભટકતા રહે છે, જ્યારે કેટલાક લોકો નોકરી છોડીને પોતાની માલિકીનું સામ્રાજ્ય બનાવવામાં સફળ થાય છે? ઔદ્યોગિક યુગનું માહિતીના યુગમાં પરિવર્તિત થવું એ તમારા માટે અને તમારા પરિવાર માટે શું મહત્ત્વ ધરાવે છે?

Ratings and reviews

5.0
2 reviews
Zapadiya Ajay
May 1, 2022
good
Did you find this helpful?

About the author

રોબર્ટ ટી. કિઓસાકિ ‘રિચ ડેડ - પુઅર ડેડ’ના લેખક તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. અત્યાર સુધીમાં નંબર વન વ્યક્તિગત નાણાકીય વિષયના પુસ્તકોમાં વિશ્વના કરોડો લોકોને પૈસા કમાવવા માટે વિચારવાના દૃષ્ટિકોણને પડકાર આપ્યો છે અને તેમાં મોટો બદલાવ લાવ્યા છે. તેઓ એક ઉદ્યમી શિક્ષક અને ચિંતક છે, તેઓ માને છે કે દુનિયામાં વધુ ઉદ્યોગકર્મીની જરૂર છે જે રોજગાર ઊભાં કરશે. પૈસા અને રોકાણના દૃષ્ટિકોણની સાથે, જે પરંપરાગત વિચારોથી અલગ હોય છે, રોબર્ટે સ્પષ્ટ વાત, પડકાર અને સાહસિકતા માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે અને આર્થિક શિક્ષણ માટે તેઓ એક નમ્ર અને પ્રમુખ વકીલ બની ગયા છે. રોબર્ટ અને કિમ કોઓસાકિ ‘ધ રિચ ડેડ’ કંપનીના સંસ્થાપક છે, જે આર્થિક બાબતોમાં શિક્ષણ આપતી કંપની છે અને કૈશફ્લૉ ગેમ્સના સર્જક છે. વર્ષ 2014માં રિચ ડેડ ગેમ્સ જે વૈશ્વિક સફળતાના લાભ સાથે મોબાઇલ - ઑનલાઇન ગેમિંગ એક નવી અને સફળ રજૂઆતના રૂપમાં લોન્ચ થઈ. રોબર્ટને એક દૂરંદેશીના રૂપમાં ઓળખવામાં આવે છે, જેઓની પાસે જટિલ વિચારોને સરળ બનાવવા માટેનું કૌવત છે - પૈસા, રોકાણ, આર્થિક કારોબાર અને અર્થશાસ્ત્રના વિચારો - અને આર્થિક સ્વતંત્રતા માટે પોતની વ્યક્તિગત વિચારોને વાચકો સમક્ષ મુક્યા છે જે વાચકો-દર્શકોમાં સ્વીકાર્ય બન્યા છે. તેમના મૂળ સિદ્ધાંત અને સંદેશ - જેવા કે ‘તમારું ઘર એ સ્થાવર મિલકત નથી’ અને ‘રોકડ પ્રવાહ માટે રોકાણ કરો’ અને ‘બચતકર્તા હારેલા છે’ - જેવી આલોચના અને હસીમજાકને આગની જેમ પ્રજ્જ્વલિત કરેલી છે.... ફક્ત ગત એક દશકમાં વિશ્વના આર્થિક મંચ પર આ બન્નેની પ્રસ્તુતિ રહી જે આશ્ચર્યજનક અને ભવિષ્યસૂચક પણ રહી. તેમનો દૃષ્ટિકોણ એ રહ્યો કે ‘જૂની’ સલાહ - ‘કૉલેજ ભણવા જાઓ, સારી નોકરી મેળવો, પૈસા બચાવો, દેવામાંથી બહાર નીકળો, લાંબા સમય માટે રોકાણ કરો’ - અન્ય જે આજના ગતિશીલ યુગમાં અપ્રસ્તુત બની રહી છે. તેમના રિચ ડેડના સ્વરૂપ અને દૃષ્ટિકોણને પડકાર આપે છે. તેમનું શિક્ષણ લોકોને આર્થિકરૂપથી શિક્ષિત બનાવવા અને પોતાના ભવિષ્ય માટે રોકાણ કરવામાં સક્રિય ભૂમિકા નિભાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આંતરરાષ્ટ્રીય બ્લૉકબસ્ટર રિચ ડેડ પુઅર ડેડ સહિત અન્ય ઓગણીસ પુસ્તકોના લેખક રોબર્ટ સીએનએન, બીબીસી, ફૉક્સ ન્યૂઝ, અલ જઝીરા, જીબીટીવી અને પીબીએસ તેમજ લૈરી કિંગ લાઇવ, અૉપ્રાહ, સિડની મોર્નિંગ હેરલ્ડ, ધ ડૉક્ટર્સ, સ્ટ્રેન્ડ્સ ટાઇમ્સ, બૂંમબર્ગ, એનપીઆર, યુએસએ ટુડે જેવા વિશ્વના વિખ્યાત તમામ મીડિયા પ્રોગ્રામમાં તેઓ અતિથિ બન્યા છે. અને છેલ્લાં દશકમાં તેમના પુસ્તકો વિશ્વના શ્રેષ્ઠ બેસ્ટ સેલિંગ પુસ્તકોમાં ગણના થઈ ચુકી છે. તેઓ વિશ્વના શ્રોતાગણને શિખવવા અને પ્રેરણા આપવા માટે સતત કાર્યરત છે. તેમના તાજેતરના પુસ્તકોમાં અનફેયર એડવાન્ટેજઃ ધ પાવર ઑફ ફાઇનાન્સિયલ એજ્યુકેશન, મિડાસ ટચ અને અન્ય પુસ્તક છે. જેને તેમણે ડોનાલ્ડ ડ્રમ્પની સાથે સહ-લેખકના રૂપમાં કામ કર્યું છે. - કેમ નબળા વિદ્યાર્થીઓ સાથે હોશિયાર વિદ્યાર્થીઓ કામ કરે છે, લશ્કરના નેતૃત્વ માટે આઠ પાઠ ભણવા અને બીજી તક.

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.