The Book of Ichigo Ichie (Gujarati)

·
· Manjul Publishing
Ebook
208
Pages

About this ebook

ઉરેશિનો એટલે જાપાનની દક્ષિણે આવેલો પ્રાંત જ્યાં દુનિયાની શ્રેષ્ઠ ચા ઉગાડવામાં આવતી હોવાનું મનાય છે. ત્યાં એક રેસ્ટોરાંની બહાર ઇચિગો ઇચી અંકિત થયેલો છે. શબ્દનો અર્થ કંઈક આવો થાય છે : અત્યારે આપણે જે અનુભવી રહ્યા છીએ તે ફરી ક્યારેય બનવાનું નથી. માટે આપણે દરેક ક્ષણને અણમોલ ખજાનો માનવી રહી. દરેક ક્ષણ આપણા માટે મહત્વની છે. એ પ્રકારની અજોડ અને ફરી ક્યારેય ન આવેલી ક્ષણોની વાતો લેખકો એ અહીં પ્રસ્તુક કરી છે. આ પહેલાં અમે એવી ક્ષણો પ્રત્યે ક્યારેય ધ્યાન નહોતું આપ્યું, કારણ કે અમે ભૂતકાળ કે ભવિષ્યની ચિંતામાં હતા અથવા તો વર્તમાનની અન્ય વસ્તુઓ પર અમારું ધ્યાન ખેંચાયેલું હતું. ભરપૂર અને ત્વરિત સંતોષ પામવા ઇચ્છતિ વર્તમાન સંસ્કૃતિમાં આપણે અવારનવાર આપણી આસપાસના વાતાવરણને સાંભળવાનું ચૂકી જઈએ છીએ. જેને આ પુસ્તકમાં સરળ અને ઉદાહરણ સાથે સમજાવી છે. આપણા દરેકમાં એવી ક્ષમતા રહેલી છે જે ધ્યાન કેન્દ્રિત કરવા, લોકો સાથે સુમેળ સાધવા અને જીવનને ચાહવામાં ચાવીરૂપ છે. એ ક્ષમતા એટલે ‘ઇચિગો ઇચી’. આ પુસ્તકનાં પૃષ્ઠોમાં લેખકો એવા અજોડ અને જીવનને બદલી નાખનારા અનુભવની વાતો કરે છે કે જેથી આપણા જીવનની દરેક ક્ષણને સુખી અને સાર્થક બનાવી શકાય.

About the author

હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ ‘The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way’ પુસ્તકના સહ લેખક છે. હેક્ટર જાપાનના નાગરિક છે જ્યાં તેઓ એક દસકથી વધુ સમયથી રહે છે અને તેમણે ‘A Geek in Japan’ નામનું જાપાનનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું છે.

ફ્રાંસેસ્કે ઘણા-બધા બેસ્ટ સેલિંગ પ્રેરણાત્મક પુસ્તકો લખ્યા છે. તેમણે ‘Love in Lowercase’ નામની નવલકથા પણ લખી છે, જેના વીસથી વધુ ભાષામાં અનુવાદ થયા છે.

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.

More by Hector Garcia

Similar ebooks